About Us

Shree Bhavnagar Panjrapole

आओ साथ मिलकर प्रकृति का उपकार चुकाए આમ તો અબોલ પશુઓની સેવા ઉત્તમ છે એમાંય ગૌમાતા ની સેવા તો સર્વ શ્રેષ્ઠ છે આશરે ૨૭૫ વર્ષ પહેલા રાજાશાહી ના સમયમાં રજવાડાના સહયોગ અને આર્શીવાદ થી આપણા વડવાઓ એ ભાવનગરમાં દાણાપીઠ, કુંભારવાડા, વરતેજ, સમઢીયાળા ગામે લગભગ 1000 એકર જમીન ખરીદી શ્રી ભાવનગર🐂 પાંજરાપોળ સંસ્થાની સ્થાપના કરી વખોતો વખત આ સંસ્થાના ટ્રસ્ટીઓ નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારીઓ નીભાવી રહ્યા છે.હાલમાં આશરે 3,000 નીરાધાર પશુઓ ને આશ્રય આપતી તથા રોજનો 1 લાખનો ધાસચારાના નીરણનો ખર્ચ ધરાવતી આ સંસ્થામાં આસમાને પહોંચેલા ધાસચારા ના ભાવ, ભયંકર મંદી, કોરોના નો કેર,અને ઓછા દાન ના પ્રવાહ ને કારણે આમ તો ભરપેટ નિરણ કરાવવાનો પ્રયત્ન કરીએ જ છીએ પરંતુ સંજોગો વસાત બે ટાઇમ નીરણ આપી શકતા નથી

આ બધી અગવડતાને પાર ઉતારવા માટે સંસ્થાના ટ્રસ્ટી મંડળે સંસ્થાને પગભર બનાવવા માટે લાંબા ગાળા ને ધ્યાનમાં લઈ એક મહત્વનો નિર્ણય કર્યો છે આ માટે સમઢીયાળા ગામની સંસ્થાની 1,000 એકર વિશાળ જગ્યામાં ખેતી કરવી તથા જે જગ્યાએ ખેતી શક્ય નથી ત્યાં ચેકડેમો બનાવવા, તળાવ બનાવવા, વનસ્પતી ઉદ્યાન યુક્ત બાગ તથા ઔષધી પાક ઉદ્યાન યુક્ત બગીચા બનવવા જેથી ભવિષ્ય માં શુદ્ધ અને પ્રમાણીક દવા મળી રહે અને 1 લાખ જેટલા જડીબુટ્ટી ને લગતાં વૃક્ષો વાવવાં જેથી પશુ-પક્ષીઓ ને સમઢીયાળા ગામના નૈર્સગિક રમણીયણ વાતાવરણ માં ઔષધી યુક્ત આશ્રય મળી રહે અને આ માટે લુપ્ત થતી વનસ્પતી બનાવવા માટેનું રીસર્ચ સન્ટર સમઢીયાળા ગામમાં બને માટે આ બધી જગ્યા ઓ ને ડેવલોપ કરવા માટે લાંબાગાળાનું કાર્ય કરી મોટું ઈન્વેસ્ટમેન્ટ કરવું ખૂબ જરૂરી છે. આ માટે અમો આપની સમક્ષ કલ્પવૃક્ષ સમાન એક સ્કીમ મૂકી રહ્યા છીએ. સંસ્થાના આ ભગીરથ કાર્યને પાર પાડવા તથા પશુ-પક્ષીઓ ઓને વધુમાં વધુ કુદરતી વાતાવરણમાં સુખ સગવડ અને વિશામો મળે તે હેતુથી આપને ત્યાં આવતાં કોઈપણ પ્રસંગે નીચેની સ્કીમમાં આપની યથાશક્તિ મુજબ દાન આપી સંસ્થાના આ સેવાયજ્ઞામાં આપ પણ પરિવારમાં જેટલા જન્મદિવસ, મેરેજ એની વર્સરી,સ્વજનોની પુન્યતીથી વિ. નીમીતે દર વર્ષે, ચોક્કસ તારીખે, એક વાર આપનું દાન આપી સહભાગી બનો જો આપનો સાથ સહકાર હશે તો ભવિષ્યમાં આ સંસ્થા10 થી 15 હજાર પશુઓને સાચવવાની વ્યવસ્થા કરી કતલખાને જતા પશુઓને બચાવી શકશુ માટે આ સંસ્થાને યોગ્ય સહયોગ આપી પ્રભુએ તેમની દીવ્યવાણીમાં ચીંધેલ કરૂણાભાવ અને જીવદયા પ્રત્યે આપણે આપણું રૂણ અદા કરવા નમ્ર અપીલ કરવામાં આવે છે CSR ના નેજા હેઠળ આવતી કંપની નુ દાન આવકાર્ય છે સંસ્થાને આપવામાં આવતું દાન 80 G હેઠળ કરમુક્ત છે

  • ગૌ પ્રેમી Rs.100
  • ગો રક્ષક Rs.500
  • ગૌ પાલક Rs.1,100
  • ગૌ સંગરક્ષક Rs.5,100
  • ગો સંવર્ધક Rs.11,000

Search Result Found For: "Lifeline Team"

Lifeline team helped the norcotics addicts to recover in Asia

Donec et libero quis erat commodo suscipit. Mae elit a, eleifend leo. Phase llus ut pharetra mictor diam. id Suus arciet spendisse rhoncus id arcet porta. Aenean blandit mi ipsum, ut pharetrns vesti bulum ornare.Lorie ipsum dolor st amet, cons ctetur adipiscing elit. Duis non sceler isque est, quis aliquam ligula.Aenean blamp esum.